AdSense 728x90 Area
-- AdSense Below Menu --

સ્મૃતિ વિલા

સ્મૃતિ વિલા: એક જૂના ઘરની નવી ઓળખ - હૃદયસ્પર્શી ગુજરાતી વાર્તા

સ્મૃતિ વિલા: એક જૂના ઘરની નવી ઓળખ

જૂના ઘરને મળ્યો નવા વિચારોનો શ્વાસ...
A beautiful old vintage house named Smruti Villa

શહેરના એક શાંત ખૂણે એક જૂનું ઘર હતું. ઘર નાનકડું પણ ખૂબ જ સુંદર રીતે બનાવેલું અને તેનું નામ આપેલું સ્મૃતિ વિલા. ઘરનું ખૂબ જ સુંદર નામ હતું, પણ હવે આમાં વસતા લોકો વિદેશ જઈને વસી ગયાં હતાં. વર્ષોથી બંધ રહેલા આ ઘરની દીવાલો પરથી પોપડા ઉખડી રહ્યા હતા અને આંગણામાં ઘાસ ઊગી નીકળ્યું હતું.

એક દિવસ આ ઘરનો સૌથી નાનો દીકરાનો દીકરો યશ ઈન્ડિયા આવ્યો. તેના દાદા તેને આ ઘરની ખૂબ વાતો કરતાં હતાં એટલે તે આ ઘરમાં રહેવાનું નક્કી કરીને આવ્યો હતો. તેણે અહીં આવીને જોયું તો ઘર તો જર્જરિત થઈ ગયું હતું. જાણે મૃતપાય અવસ્થા તરફ જઈ રહ્યું હતું.

યશે નક્કી કર્યું કે તે આ ઘરને ફરી બેઠું કરશે. તેણે રંગરોગાન શરૂ કરાવ્યું, ઘર તો ફરીથી ચમકી ઉઠ્યું, પણ ક્યાંક કંઈક ખૂટતું હોય તેવું તેને લાગતું હતું...

યશ શાંત રૂમમાં ડાયરીમાં કવિતા લખી રહ્યો છે - સ્મૃતિ વિલા વાર્તા

એક સાંજે તે ઘરના જૂના પરસાળમાં બેસીને પોતાની ડાયરીમાં કવિતા લખી રહ્યો હતો. અચાનક પવનની એક લહેરખી આવી અને જૂના લાકડાના બારી-બારણાંનો મધુર અવાજ સંભળાયો.

યશને વિચાર આવ્યો કે ઘરને માત્ર નવા રંગની નહીં, પણ નવા વિચારોની અને જીવંતતાની જરૂર છે. તેણે ઘરના એ જૂના ઓરડાને એક ‘સાહિત્યિક બેઠક’ માં ફેરવી નાખ્યો. દીવાલો પર આધુનિક ચિત્રોની સાથે જૂની પેઢીની કહેવતો કંડારવામાં આવી.

જે આંગણામાં ક્યારેક મૌન હતું, ત્યાં હવે સાહિત્યની ચર્ચાઓ થવા લાગી અને બાળકો માટે એક રમકડાં ઘર બનાવ્યું. જે ઘરને લોકો ભૂતિયું કે ‘જૂનું’ કહેતા હતા, ત્યાં હવે નવી પેઢીના વિચારોનો સંચાર થવા લાગ્યો. જૂનું ઘર એક નવી આત્મા સાથે જીવંત થઈ ઉઠ્યું.

લેખિકા: પીના પટેલ 'પિન્કી'
વિસનગર

Comments